ત્રણ-ચાર ટામેટાનું જ્યુસ બનાવીને રોજ પીવો અને જુઓ તેના ફાયદા કેટલા છે ?

ન્યુઝ ડેસ્ક – અમુક વખત ઘરેલુ ઉપચારથી રાહત અનુભવી શકાય છે. આ વાક્ય હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટો માટે સાચી સાબિત થઈ શકે છે. એક અહેવાલ મુજબ, રોજ નિયમીત ટામેટાનું જ્યુસ પીવાથી હાઈ બ્લડ પ્રેશર પર થોડા અંશે કાબુ મેળવી શકાય છે. ટામેટાનો રસ બ્લડ પ્રેશરમાં આંશિક ઘટાડાની સાથેસાથે કોલેસ્ટ્રોલ લેવલને પણ નિયંત્રીત કરી શકે છે. ઉપરાંત, હ્દય રોગમાં પણ અકસીર સાબિત થઈ શકે છે.

માટે જો તમે હાઈ બ્લડ પ્રેશરના પેશન્ટ છો તો નિયમીત રીતે ત્રણથી ચાર ટામેટાને બ્લેન્ડ કરો અને તેમાં થોડું પાણી મિક્સ કરીને ગાળી લો. ત્યારપછી આ જ્યુસ પીવો તો તમારા બ્લડ પ્રેશરને આંશિક પ્રમાણમાં કુદરતી રીતે કંટ્રોલ કરી શકશો.

ટામેટાનો રસ માત્ર હાર્ટ ડિસીઝ કે, હાઈ બ્લડ પ્રેશર માટે જ નહીં પરંતુ, સ્કીન, વિટામીનની ઉણપ અને બીજા કેટલાય શારીરીક ફાયદા માટે અકસીર છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *