કિસાન આંદોલનના સમર્થનમાં મૂંબઈમાં રેલી

નવી દિલ્હી – દેશમાં કૃષિ કાયદામાં ઐતિહાસીક સુધારાનો દાવો કરીને રજૂ કરાયેલા કૃષિ કાયદાના વિરોધમાં દિલ્હીના સિંઘુ બોર્ડર પર ધરણા પ્રદર્શન કરી રહેલા ખેડૂતોના સમર્થનમાં ગઈકાલે મૂંબઈમાં પણ એક વિશાળ ટ્રેક્ટર રેલી યોજાઈ હતી. દેશની આર્થિક રાજધાની મૂંબઈમાં ખેડૂતો ટ્રેક્ટરો સાથે ધસી આવ્યા હતા અને તેમણે વિશાળ રેલી યોજીને દિલ્હીમાં સરકારનો વિરોધ કરી રહેલા ખેડૂતોને સમર્થન આપ્યુ હતુ.

26મી જાન્યુઆરીના રોજ ખેડૂતોએ દેશની રાજધાની દિલ્હીના આઉટર રિંગ રોડ પર ટ્રેક્ટર રેલી કરવાની જાહેરાત કરી છે. જેને કારણે પંજાબ, હરિયાણા અને યુપી સહિત અન્ય રાજ્યોમાંથી હજારો ખેડૂતો પોતપોતાનુ ટ્રેક્ટર લઈને દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. ખેડૂત નેતાઓનું કહેવુ છે કે, દિલ્હી તરફ કૂચ કરી રહેલા ખેડૂતોને ટ્રેક્ટર માટે ડીઝલ આપવામાં આવતુ નથી.

આવતીકાલે એટલે કે, પ્રજાસત્તાક દિવસે ખેડૂતો દેશની રાજધાની દિલ્હીમાં અંદાજીત 100 કિલોમીટર લાંબી ટ્રેક્ટર રેલી યોજશે. કૃષિ કાયદાનો વિરોધ કરી રહેલા ખેડૂતો અને સરકાર વચ્ચે 11 બેઠકો થઈ ચુકી છે. તેમ છતાંય હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી. સરકાર કૃષિ કાયદાને સસ્પેન્ડ કરવા પણ તૈયાર છે પરંતુ, ખેડૂતો માનવા તૈયાર નથી. ખેડૂતો અને સરકાર વચ્ચે પડેલી મડાંગાંઠ ઉકેલાય તેમ જણાતુ નથી. હાલમાં રાજધાની દિલ્હીમાં ઉત્તેજના સભર માહોલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *