‘રબને બનાદી જોડી’ – તેજસ્વી અને રાજેશ્વરીનું પટણામાં ભવ્ય સ્વાગત

ન્યુઝ ડેસ્ક – બિહાર વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને લાલુપ્રસાદ યાદવના પુત્ર તેજસ્વી યાદવ લગ્ન પછી પહેલી વખત પત્ની રશેલ ઉર્ફે રાજેશ્વરીને લઈને પટણા પહોંચ્યા છે. રાજધાની પટણામાં પોતાના નિવાસસ્થાને પહોંચતા નવયુગલનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ.

હવે, આગામી દિવસોમાં તેજસ્વી યાદવનું પરિવાર તેમના લગ્નનું વૈભવી રિસેપ્શન આપવા જઈ રહ્યુ છે. તેજસ્વી યાદવનું લગ્ન 8મી ડિસેમ્બરે દિલ્હીમાં યોજાયુ હતુ. જેમાં અખિલેશ યાદવ અને તેમની પત્ની ડિમ્પલ યાદવ સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.

જોકે, લગ્ન સમારોહ કરતા તેજસ્વીની પત્ની રશેલ ઉર્ફે રાજેશ્વરીની બિહારમાં ખૂબ ચર્ચા છે. વાત એમ છે કે, રશેલ એક ખ્રિસ્તી પરિવારની છે. અને તેણે તેજસ્વી સાથે લગ્ન કર્યા પછી નામ બદલીને રાજેશ્વરી કર્યું હોવાના સમાચાર વહેતા થયા છે. રશેલ ઉર્ફે રાજેશ્વરી ચંદીગઢના એક ખ્રિસ્તી પરિવારની છે અને તેના પિતા ચંદીગઢની એક સ્કૂલના પ્રિન્સીપાલ રહી ચુક્યા છે.

તેજસ્વી અને રશેલ દિલ્હીની એક સ્કૂલમાં સાથે ભણતા હતા. મોટા થયા પછી બંને પ્રેમના તાંતણે જોડાયા હતા. હવે, બંનેએ લગ્ન કરી લીધા છે અને તેમના આ લગ્નથી લાલુ યાદવનું પરિવાર ખૂબ ખુશ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *