જળ એ જ જીવન..મંત્રને જીવનમાં ઉતારી લેનારા પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહની પાણી બચાવ ઝૂંબેશ

ન્યુઝ ડેસ્ક – રાજ્યના પૂર્વ શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા પાણી બચાવવાનો નવતર અભિગમ અપનાવી રહ્યા છે. પાણીની અગત્યતા વિષે તેમણે સોશિયલ મીડિયામાં એક પોસ્ટ મુકી છે. આ પોસ્ટમાં તેમણે પાણી બચાવવાની તરકીબો આપી છે. તેઓ પોતે કેવી રીતે પાણી બચાવી રહ્યા છે તેના ઉદાહરણો પણ આપ્યા છે.

જળ એ જ જીવન…એવા મંત્રને જીવનમાં ઉતારી લેનારા પૂર્વ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહે પાણી બચાવવાની ઝૂંબેશના ભાગરુપે સોશિયલ મીડિયામાં શુ મુક્યુ છે તે એમના જ શબ્દોમાં વાંચો…

વાવેલું તો ઊગે જ
પાણીનો કરકસરયુક્ત વપરાશ કરવાની વાત ઝુંબેશના રૂપમાં હું વર્ષોથી કરું છું. ઘરે કે હોટલમાં મહેમાનને અડધો ગ્લાસ જ પાણી આપવાનું. જરૂર હોય તો બે વાર આપવાનું, પણ ટીપુંય બગાડવાનું તો નહિ જ. વરસાદને હું પ્રભુનો પ્રસાદ કહું છું.


આ ઝુંબેશમાં વધુ ઉમેરો કર્યો છે. કોઈપણ મિટિંગમાં કે સમારંભ – લગ્ન સમારંભમાં પાણી પીધા પછી બોટલમાં વધેલું પાણીની બોટલ સાથે લઈ લઉં છું. (બોટલમાં વધેલું પાણી ફેંકી દેવામાં જ આવે છે.)


હજુ ગયા અઠવાડિયે ભાવનગર લગ્નમાં ગયો હતો. જમ્યા પછી અડધા પાણીની બોટલ વેઈટર બહેન લેવા આવ્યા, તો મેં ના પાડી કે મારી ગાડીમાં મૂકી દો. તેણે એમ જ કર્યું.

બીજે જ દિવસે ધોલેરા ખાતે લગ્નમાં એ જ વેઈટર બહેન હતા. જમ્યા પછી બહેને સામેથી કહ્યું સાહેબ આ બોટલ ગાડી માં મૂકી દઉં? મેં કહ્યું બધા માટે આમ જ કરજો. સૌ કોઈ પાણી બચાવે તે માટે કહ્યું છે કે ‘જલ હૈ તો કલ હૈ.’, ‘જળ એ જ જીવન છે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *