વડોદરામાં જલેબી મહોત્સવ ઉજવાયો, ઠાકુરજી સમક્ષ પોણા ફૂટ મોટી જલેબીના 3000 છાબ પથરાયાં

ન્યુઝ ડેસ્ક – વડોદરાના માંજલપુર વિસ્તારમાં આવેલા વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં ગઈકાલે જલેબી નોમની રસપ્રદ અને મીઠાશપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી.

આજથી લગભગ પાંચસો વર્ષ પહેલાથી શ્રી ગુંસાઈજીના પ્રાગટ્ય દિવસને જલેબી નોમ તરીકે ઉજવવામાં આવે છે. ગઈકાલે જલેબી નોમના પવિત્ર પર્વે વ્રજધામ આધ્યાત્મિક સંકુલમાં ઠાકુરજીને જલેબીનો ભોગ ધરાવવામાં આવ્યો હતો.

જલેબી નોમની ઉજવણી માટે લગભગ પોણા-પોણા ફુટની 3000 જલેબી ખાસ બનાવવામાં આવી હતી અને તેને છાબમાં મુકીને મંદિરના પટાંગણમાં ઠાકુરજીને ધરાવવામાં આવી હતી.

ભગવાનના પ્રસાદ સ્વરુપે જલેબીને ભક્તજનો અને ગરીબોમાં વિતરીત કરાઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *