મહિલાના વાળને થૂંકદાની સમજતા હેર સ્ટાઈલિશ જાવેદ હબીબની મુશ્કેલી વધી

Javed Habib controversy – વાળ કાપતી વખતે મહિલાના વાળમાં થૂંકકવાનો હેર સ્ટાઈલિશ જાવેદ હબીબનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થયો હતો. આ વીડિયોની ગંભીર નોંધ લઈને નેશનલ કમિશન ફોર વુમનના પદાધિકારીઓએ દિલ્હી પોલીસને તપાસનો આદેશ આપતા ખળભળાટ મચી ગયો હતો.

મામલો ગરમાતા આખરે, જાણીતા હેર સ્ટાઈલિશ જાવેદ હબીબે જાહેરમાં માફી માંગી છે. તેણે જણાવ્યુ હતુ કે, વાયરલ વીડિયો એક પ્રોફેશનલ વર્કશોપનો હતો. આ વર્કશોપમાં જોડાયેલા લોકો ઘણા લાંબા સમયથી બેઠા હતા અને તેમને કંટાળો ના આવે તે માટે મજાક માટે તેણે મહિલાના વાળમાં થૂંક્યું હતુ.

જોકે, મહિલાના વાળને થૂંકદાનીની જેમ ઉપયોગ કરનારા જાવેદ હબીબ સામે પોલીસે તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *