ચંદીગઢની હરનાઝ સીંધુ બની મીસ યુનિવર્સ

ન્યુઝ ડેસ્ક – ચંદીગઢની 21 વર્ષીય ફેશન મોડલ હરનાઝ સંધુએ 12 ડિસેમ્બરે ઈઝરાઈલમાં યોજાયેલી 70મી મીસ યુનિવર્સ સ્પર્ધાનો તાજ જીતી લીધો છે. મીસ યુનિવર્સ બનેલી હરનાઝ સંધુ મૂળ ચંદીગઢની છે અને તેણે 75 જેટલી વિશ્વ સુંદરીઓને પરાજીત કરીને તાજ મેળવ્યો છે.

75 વિશ્વ સુંદરીઓની પ્રારંભીક સ્પર્ધા પછી હરનાઝ સંધુ સહિત કુલ ત્રણ સુંદરીઓ ફાઈનલ રાઉન્ડ માટે સિલેક્ટ થઈ હતી. જેમાં ભારતની હરનાઝ સાથે પેરાગ્વેની એક અને સાઉથ આફ્રિકાની બીજી સુંદરી પણ હતા. પરંતુ, ફાઈનલી તેમાં હરનાઝ સંધુ જ વિજેતા સાબિત થઈ હતી.

આમ, મીસ યુનિવર્સ બનીને હરનાઝ સીંધુએ ભારતનું નામ રોશન કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *