રીંછે માણસના ચહેરા પર બચકાં ભર્યાં, માત્ર 15 રુપિયામાં પ્લાસ્ટિક સર્જરી કરીને ચહેરો ઠીક કર્યો

Plastic surgery – તાજેતરમાં સયાજી હોસ્પિટલના આ વિભાગે મેડિકલ હિસ્ટ્રીમાં નોંધને પાત્ર પ્લાસ્ટિક સર્જરી કરી છે. ખતરનાક રીંછના હુમલાને લીધે જેનો ચહેરો સાવ ક્ષતવિક્ષત અથવા કહો કે વેરવિખેર થઈ ગયો હતો. તબીબને પણ સારવાર ક્યાંથી શરૂ કરું એવી મૂંઝવણ થાય એવા ઇજાગ્રસ્ત આદિવાસી પ્રૌઢને અહીં લાવવામાં આવ્યો હતો.


ડો.શૈલેષકુમાર સોની અને પ્લાસ્ટિક સર્જરી વિભાગના તેમના સહયોગી તબીબો, એનેસ્થેસિયા વિભાગના તબીબો અને નર્સિંગ સ્ટાફે ૩૦૦ ટાંકા લઈને અને ચાર કલાકની મેરેથોન પ્લાસ્ટિક સર્જરી કરીને જ્યારે ઈજાગ્રસ્ત ના ચહેરાનું નવસર્જન કર્યું ત્યારે જો ઉપરથી સર્જનહારે આ શસ્ત્રક્રિયા નિહાળી હશે ત્યારે અવશ્ય એ પણ આ તબીબોની કુશળતા પર આફ્રિન પોકારી ગયા હશે.


ડો.સોની કહે છે કે ખાનગી હોસ્પિટલમાં જો આ ઈજાગ્રસ્તને સારવાર મળી હોત તો લઘુત્તમ ચાર લાખ રૂપિયા ચૂકવવા પડ્યા હોત.અમારી સરકારી હોસ્પિટલમાં આ મોંઘી સર્જરી લગભગ વિનામૂલ્યે થતી હોવાથી ઈજાગ્રસ્તને ખૂબ મોટી આર્થિક રાહત થઈ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *