અભિનેત્રી ફ્રેડા પિન્ટોએ સગાઈની જાહેરાત કરી

મુંબઇ : આંતરરાષ્ટ્રીય અભિનેત્રી ફ્રીડા પિન્ટો હાલ પોતાની ગર્ભાવસ્થાનો આનંદ માણી રહી છે. તે જલદી જ પોતાના પ્રથમ બાળકની માતા બનવાની છે. આ દરમિયાન ફ્રીડાએ વધુ એક સારા સમાચાર પોતાના પ્રશંસકોને આપ્યા છે. વાસ્તવમાં અભિનેત્રીએ પોતાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. ફ્રીડાએ સાલ ૨૦૧૯માં એડવેન્ચર ફોટોગ્રાફર કોરી ટ્રાન સાથે સગપણ કરીને સહુને સુખદ આશ્ચર્ય આપ્યું હતું.

ફ્રીડા આ દરમિયાન ગર્ભવતી થઇ ગઇ હતી. હવે તેણે કોરી ટ્રાન સાથેના લગ્નની તસવીરો શેર કરી છે. ફ્રીડા અને કોરી ટ્રાનના લગ્ન કેલિફોર્નિયાના અનાહેમ સિથ્ત હોન્ડા સેન્ટરમાં થયા હતા. ફ્રીડાએ શેર કરતાં લખ્યું છે કે, એક વરસ પહેલા મેં મારા સ્વપ્નના સૌથી ખૂબસૂરત વ્યક્તિ સાથે સગપણ કર્યું હતું. અમે અમારા સંબંધને ખાનગી ન રાખતાં અમે અમારા જીવનનો આનંદ લઇ રહ્યા હતા. હવે અમે લગ્નગાંઠે બંધાઇ ગયા છીએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *