કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને શોધવા ટાટા મેડિકલે બનાવેલી કિટને ICMRની મંજૂરી

ન્યુઝ ડેસ્ક – કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનની જાણકારી આપનારી પહેલી કિટને ભારતની ICMR દ્વારા મંજૂરી આપી દેવાઈ છે. ઓમિક્રોનની જાણકારી મેળવવા માટે ઉપયોગી સાબિત થનારી કિટને ટાટ મેડિકલ મુંબઈ દ્વારા તૈયાર કરવામાં આવી છે. આ કિટનું નામ Omisure રાખવામાં આવ્યુ છે.

30મી ડિસેમ્બરના રોજ ICMR દ્વારા ટાટા મેડિકલની Omisure કિટને મંજૂરી આપી દેવામાં આવી હતી. જોકે, આ વાતની જાહેરાત આજે કરવામાં આવી છે. ઓમિક્રોન જેવા ઝડપથી ફેલાતા વેરિઅન્ટની જાણકારી મેળવવામાં આ કિટ મદદરુપ સાબિત થશે. અત્યાર સુધી ઓમિક્રોનની જાણકારી મેળવવા માટે પેશન્ટના સેમ્પલો પુના કે, ગાંધીનગર મોકલવા પડતા હતા. પરંતુ, આ કિટ બજારમાં ઉપલબ્ધ થયા પછી કોરોનાના નવા વેરિઅન્ટની આરટીપીસીઆર દ્વારા જ જાણકારી મેળવી શકાશે. આ કિટનું નામ TATA MD CHECK RT-PCR OmiSure રાખવામાં આવ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *