BJPમાંથી ચુંટણી લડવા દાવેદારોનો રાફડો ફાટ્યો, 76 સીટો માટે 1451 દાવેદાર

વડોદરા – વડોદરા કોર્પોરશનની ચુંટણી લડવા માટે ભાજપમાં દાવેદારોનો રીતસરનો રાફડો ફાટ્યો છે. શહેરના પ્રત્યેક વોર્ડમાંથી 20 જેટલા દાવોદારોએ ચુંટણી લડવા માટે પાર્ટીમાં ફોર્મ ભર્યા છે.

હાલની સ્થિતિ એવી છે કે, વડોદરા કોર્પોરેશનમાં કુલ 76 સીટો છે અને આ સીટો પર ચુંટણી લડવા માટે ભાજપમાંથી 1451 લોકોએ દાવેદારી કરી છે.

હાલમાં સ્થિતિ એવી છે કે, પ્રત્યેક વોર્ડમાં 20 દાવેદારો છે અને ટિકિટ માત્ર ત્રણ જ આપવાની છે. આવા સંજોગોમાં મોવડી મંડળ માટે કપરુ કામ એ છે કે, ટિકિટ કોને આપવી..

છેલ્લા ત્રણ દિવસથી નિરિક્ષકોની ટીમો વિવિધ વોર્ડના ટિકિટના દાવેદારોને સાંભળી રહ્યા છે અને તેઓના ઈન્ટરવ્યૂ પણ લઈ રહ્યા છે. હવે, આ દાવેદારો વિષે ભાજપની પાર્લામેન્ટરી બોર્ડની મીટીંગમાં ચર્ચા થશે અને ત્યારપછી ટિકિટ ફાઈનલ કરવામાં આવશે. પરંતુ, ટિકિટ વહેંચણીની પ્રક્રિયા ભાજપ માટે કકળાટનો વિષય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *