ભારતના વિરુધ્ધમાં ઝેર ઓકતી 20 યૂ-ટ્યૂબ ચેનલો અને બે વેબસાઈટો BAN

ન્યુઝ ડેસ્ક – ભારતના વિરોધમાં ઝેર ઓકતી 20 યૂ-ટ્યૂબ ચેનલો અને બે વેબસાઈટને કેન્દ્ર સરકારે પ્રતિબંધીત જાહેર કરી છે. આ તમામ યૂૃ-ટ્યૂબ ચેનલો અને વેબસાઈટો ભારતના વિરોધમાં ઝૂંબેશ ચલાવતા હતા.

નયા પાકિસ્તાન નામની એક યૂ-ટ્યૂબ ચેનલો ભારત વિરોધી સાહિત્ય પ્રકાશિત કરતી હતી. ઉપરાંત, 20 જેટલી બીજી યૂ-ટ્યૂબ ચેનલો કાશ્મીર, ખેડૂત આંદોલન સહિતના કાયદાઓના વિરોધમાં સાહિત્ય પ્રકાશીત કરતી હતી.

આ બાબત ધ્યાનમાં પડ્યા પછી તમામ યૂ-ટ્યૂબ ચેનલો અને બે વેબસાઈટોને કેન્દ્ર સરકારે બેન કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *