ભારત સૌથી વધુ સ્ટાર્ટઅપ શરુ કરનારો વિશ્વનો બીજો દેશ બન્યો – નરેન્દ્ર મોદી

ન્યુઝ ડેસ્ક – જીવનમાં પડકારોનો સામનો કરતા શીખો, જિંદગીમાં પડકાર તો આવવાના છે જે એનાથી ભાગે છે એ લોકો જ એનો શિકાર બનતા હોય છે એટલે હંમેશા મુશ્કેલીનો મુકાબલો કરતા શીખો એવું પ્રધાનમંત્રીએ કાનપુરની એક યુનિવર્સિટીના દિક્ષાંત સમારોહમાં વિદ્યાર્થીઓને સંબોધિત કરતા જણાવ્યુ હતુ.

મોદીએ એમ પણ કહ્યું હતુ કે, આજે ભારત વિશ્વનો બીજા નંબરનો સૌથી વધુ સ્ટાર્ટઅપ શરુ કરનારો દેશ બન્યો છે. ભારતની આ નવી સફળતા પાછળ IITનો મહત્વનો ફાળો છે. આપણા દેશમાં હાલમાં 50 હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ છે. 21મી સદી Technology Driven છે. ટેક્નોલોજીએ વિવિધ ક્ષેત્રોમાં પોતાનુ પ્રભુત્વ જમાવ્યું છે. છેલ્લા છ મહિનામાં જ દસ હજારથી વધુ સ્ટાર્ટઅપ્સ આવ્યા છે. જે દેશ માટે ગૌરવની વાત છે.

2 thoughts on “ભારત સૌથી વધુ સ્ટાર્ટઅપ શરુ કરનારો વિશ્વનો બીજો દેશ બન્યો – નરેન્દ્ર મોદી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *