કોરોના કાળમાં દવાખાને જવા કરતા લોકો ઘરે જ ડોક્ટર બોલાવીને ઈલાજ કરાવે છે – Doctor @ Door Step

ન્યુઝ ડેસ્ક – કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે ઓમિક્રોન વેરિયંટના વધતાં કેસોથી લોકોની ચિંતા વધી છે. આ સ્થિતિમાં તાવ, શરદી, ખાંસી જેવી સામાન્ય બીમારીમાં હવે અમદાવાદ અને ગાંધીનગરના લોકો હોસ્પિટલમાં જવાના સ્થાને ડોક્ટરને પોતાના ઘરે બોલાવી સારવાર લેવાનું યોગ્ય માની રહ્યા છે. ઘરબેઠા જ લોકો કોરોના અને ઓમિક્રોનનો ટેસ્ટ કરાવી રહ્યા છે.

આ અંગે ડોક્ટર એટ ડોરસ્ટેપના સીઈઓ મયુર કાનાબારે જણાવ્યું કે, લોકોને કોરોનાની બીજી ઘાતક બરાબર યાદ છે. તેથી કોરોનાનું સંક્રમણ કેટલી ઝડપથી ફેલાય છે અને તેનાથી શરીરને શું નુકસાન થાય છે તે બધા જાણે છે. આ સંજોગોમાં કોરોનાનો ચેપ ના લાગે તેની તકેદારી જાગૃત નાગરિકો રાખી રહ્યા છે.

જો ઘરના કોઈ સભ્યને તાવ, શરદી કે ઉધરસ હોય તો તેઓ હોસ્પિટલમાં જવાના સ્થાને અમારી કંપનીનો સંપર્ક કરીને ઘરે જ ડોક્ટર બોલાવી તેમની સેવા લેવાનું પસંદ કરે છે. કારણ કે તેનાથી દર્દીનો સમય બચે છે. તેનો ટ્રાન્પોર્ટેશન ખર્ચ બચે છે. દર્દીને કોરોના ન હોય તેવા સંજોગોમાં હોસ્પિટલમાં જવાથી કે બહાર નીકળવાથી ચેપ લાગવાનો પણ ખતરો રહેલો છે. આ બધાથી બચવા માટે અમદાવાદના અનેક લોકો થોડી ફી વધુ ચુકવીને પણ સારી અને સલામત સારવાર લેવાનું પસંદ કરી રહ્યા છે.

મયુરભાઈએ વધુમાં જણાવ્યું કે, અમારી કંપની ડૉક્ટર એટ ડોરસ્ટેપે અત્યાર સુધીમાં દોઢ હજારથી વધુ દર્દીઓને ઘરે સારવાર આપી છે અને ખૂબ સારું પરિણામ તેમને મળ્યું છે. અમારી પાસે ક્વોલિફાઈડ તબીબો અને નર્સ સહિતના સ્ટાફની ટીમ છે. દર્દીની જરૂરિયાત પ્રમાણે લોકો અમારી સેવાનો લાભ લઇ રહ્યા છે. જો કોઈ દર્દીને વધુ સારવાર કે હોસ્પિટલાઈઝેશનની જરૂરિયાત હોય તો તે અંગે પણ યોગ્ય માર્ગદર્શન આપી તેમને જરૂરી સુવિધા પણ અમે ઉપલબ્ધ કરાવીએ છીએ. તેથી જ કોરોનાની બીજી લહેર દરમિયાન પણ અમારી પાસે સારવાર લેવા આવનારા તમામ દર્દીઓ સાજા થયા છે.

ઈમર્જન્સી કેસ સિવાય અન્ય તમામ દર્દો માટે પણ અમારી પાસે ઘરે સારવાર આપતી ટીમ ખડેપગે હાજર હોય છે. કોરોનાની બીજી લહેર સમયે લોકોને હોસ્પિટલમાં જગ્યા નહોતી મળતી. સારવારના અભાવે ઘણા લોકોએ જીવ ગુમાવ્યો હતો. તેથી લોકો હવે આ પ્રકારની સ્થિતિની સર્જાય તેવું ઈચ્છતા નથી. તેથી ડોક્ટર એટ ડોરસ્ટેપના મોબાઈલ નંબર પર તબીબોની એપાઈન્ટમેંટ ફિક્સ કરીને પોતાના ઘરે જ બોલાવે છે. અમે ઓમિક્રોનનો ટેસ્ટ પણ ઘરબેઠા કરી આપીએ છીએ, તેવું મયુરભાઈએ જણાવ્યું હતુ.

ડોક્ટર એટ ડોરસ્ટેપ નામની કંપની દ્વારા ડોકટર ઘરે બેઠા સારવાર આપે તેવી સુવિધા શરૂ કરાઇ છે. જેમાં 8238923960, 8238923962 નંબર પર ફોન કરી અને ડોક્ટરની સુવિધા મેળવી શકે છે. મયુર કાનાબારે વધુમાં જણાવ્યું કે, અમારી કંપની ડૉક્ટર એટ ડોરસ્ટેપે અત્યાર સુધીમાં દોઢ હજારથી વધુ દર્દીઓને ઘરે સારવાર આપી છે. કોરોનાના કેસો વધતા અમારી પાસે કોરોનાના લક્ષણો ધરાવતા ફોન વધુ આવે છે. મોટાભાગે ઓમિક્રોનના ટેસ્ટ માટે પણ સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલી આપવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *