જગદીશ ઠાકોરે કાર્યાલયમાં કેક કાપીને પ્રદેશ પ્રમુખનો પદભાર સંભાળ્યો

ન્યુઝ ડેસ્ક – કોંગ્રેસના નવા નીમાયેલા પ્રમુખ જગદીશ ઠાકોરનું આજે અમદાવાદના કોંગ્રેસ કાર્યાલય રાજીવ ગાંધી ભવનમાં ભવ્ય સ્વાગત થયુ હતુ. કોંગ્રેસના કાર્યકરોમાં નવો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો.

કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે નવા પ્રમુખની ફોટો વાળી કેક તૈયાર રાખવામાં આવી હતી. જગદીશ ઠાકોરે કોંગ્રેસના નેતા હાર્દિક પટેલના આગ્રહથી કેક કાપી હતી અને ત્યારપછી કાર્યકરોનું મોઢુ મીઠુ કરાવ્યું હતુ.

બીજી તરફ કોંગ્રેસના બીજા દિગ્ગજ નેતાઓના ચહેરાના રંગ ઉડેલા જોવા મળ્યા હતા. જેની સમાચાર માધ્યમોએ નોંધ પણ લીધી હતી. ખાસ કરીને અર્જુન મોઢવાડિયા, ભરતસિંહ સોલંકી અને સિધ્ધાર્થ પટેલ જેવા સિનિયર નેતાઓ જગદીશ ઠાકોરની એન્ટ્રી પછી સ્ટેજ પરથી ચુપચાપ નીચે ઉતરી જતા મીડિયા જગતમાં ચર્ચા જાગી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *