જવાદ વાવાઝોડું – આંધ્રપ્રદેશ અને ઓરિસ્સામાં એલર્ટ, 100 ટ્રેનો રદ્દ

ન્યુઝ ડેસ્ક – બંગાળની ખાડીમાં સર્જાયેલું વાવાઝોડુ જવાદ ખૂબ જ ઝડપથી ઓરિસ્સા અને આંધ્રપ્રદેશના કિનારા તરફ ધસી રહ્યું છ. વાવાઝોડાના ખતરાને જોતાં રેલવે દ્વારા આગામી બે દિવસ માટે લગભગ 100 જેટલી ટ્રેનો રદ્દ કરવામાં આવી છે. રેલવે તંત્રનું કહેવુ છે કે, જવાદના ખતરાને જોતા મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે.

બીજી તરફ હવામાન વિભાગે પણ એલર્ટ જાહેર કર્યું છે. હવામાન વિભાગની આગાહી છે કે, આવતીકાલે એટલે કે, શનિવારે જવાદ વાવાઝોડુ આંધ્રપ્રદેશ અને ઓરિસ્સાના દરિયકાંઠે ટકરાઈ શકે છે. વાવાઝોડાની અસરને લીધે બંને રાજ્યોમાં ભારે વરસાદ અને પવન ફૂંકાવાની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *