પદ્મ શ્રી કંગના વડાપ્રધાન મોદીથી ખફા, કૃષિ કાયદો રદ્દ કરવાથી નારાજ અભિનેત્રીનું વિવાદાસ્પદ નિવેદન

ત્રણે કૃષિ કાયદાને રદ્દ કરવાની વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જાહેરાત સામે બોલિવુડની અભિનેત્રી અને પદ્મ શ્રી કંગના રનૌતે વાંધો ઉઠાવ્યો છે. તેણે નિવેદન કર્યું હતુ કે, આવી જ રીતે જો રસ્તા પર આંદોલન કરતા લોકો જો કાયદા બનાવશે તો દેશમાં લોકશાહીને બદલે જેહાદ ફેલાશે.

કંગના રનૌત પોતાના નિવેદનોથી હંમેશા વિવાદોમાં રહી છે. તાજેતરમાં જ તેણે દેશની આઝાદી વિષે સ્ટેટમેન્ટ આપીને વિવાદ ઉભો કર્યો હતો. આ પહેલા પણ તે અનેક વિવાદોનો ભોગ બની છે. અલબત્ત, તાજેતરમાં જ તેને દેશના સૌથી પ્રતિષ્ઠિત સમ્માન પદ્મ શ્રી પ્રાપ્ત થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *