કાર્તિક આર્યને એક ફિલ્મની 21 કરોડ રુપિયા જેટલી જંગી ફી લીધી

પેપર પેન – બોલિવુડનો લોકપ્રિય કલાકાર કાર્તિક આર્યન હવે, એક્ટિંગની ફી લેવાના મામલે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટોચના કલાકારોની હરોળમાં આવી ગયો હોય તેમ જણાય છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર વાત વહેતી થઈ છે કે, આગામી ફિલ્મ માટે કાર્તિક આર્યને 21 કરોડ રુપિયા જેટલી જંગી ફી લીધી છે.

રોહિત ધવનની આ ફિલ્મ સાઉથની ફિલ્મની રી-મેક છે. રોહિત ધવનના દિગ્દર્શનમાં બની રહેલી આ ફિલ્મનું નામ શહજાદા છે. કાર્તિક આર્યન સાથે લીડ રોલમાં ક્રિતિ સેનોન પણ આ ફિલ્મમાં કામ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે, કાર્તિક અને કિર્તિની જોડીએ અગાઉ રુપેરી પડદે ધૂમ મચાવી હતી. યુવા દર્શકોએ આ જોડી પડદા પર જોવાની ગમે છે. અને કદાચ એટલે જ રોહિત ધવને કાર્તિકને આ ફિલ્મમાં સાઈન કરવા માટે રુપિયા 21 કરોડ ચુકવ્યા હશે.

જોકે, આ વાત હાલમાં માત્ર સોશિયલ મીડિયા પૂરતી જ મર્યાદિત છે. આ વાતમાં કેટલી સત્યતા છે તે હજી બહાર આવ્યુ નથી. ખેર, આ વાત વહેતી થયા પછી હિન્દી ફિલ્મ જગતમાં કાર્તિકનું નામ ટોચના અભિનેતાઓમાં અંકિત થયુ હોય તેમ જણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *