ઉત્તરાયણમાં પતંગના દોરાથી ઘાયલ થતા પક્ષીઓને સારવાર મળે તે માટે કરુણા એમ્બ્યુલન્સ કાર્યરત

રાજ્યમાં અબોલ પશુઓ માટે સંજીવની અને જીવાદોરી સમાન ગણાતી કરુણા એમ્બ્યુલન્સ (૧૯૬૨) અને ફરતું પશુ દવાખાનું, અસંખ્ય પશુ અને પક્ષીઓના જીવ બચાવી રહ્યું છે.


દર વર્ષ ની જેમ આ વખતે પણ તા.૧૦ જાન્યુઆરી થી તા.૨૦ જાન્યુઆરી – ૨૦૨૨ દરમિયાન વડોદરાના શહેરના વિવિધ વિસ્તારોમાં કોઈ પક્ષીઓને નુકસાન ના થાય અને તેમના જીવ બચાવવા માટે GVK EMRI, ગુજરાત રાજ્ય પશુ પાલન વિભાગ અને ગુજરાત વન વિભાગ ઘ્વારા વડોદરા અલગ અલગ જગ્યા બર્ડ કેમ્પ રાખવામાં આવ્યા છે .જેમાં ફરતું પશુ દવાખાના (MVD) પાંચ એમ્બ્યુલન્સ સાથે કરુણા એમ્બ્યુલન્સ એમ મળીને કુલ સાત એમ્બ્યુલન્સ આ સેવામા જોડાશે.

એમ્બ્યુલન્સ વાન સાથે વેટરનરી ડોક્ટરની ટીમ પણ ખડે પગે રહેશે. જેમાં કોઈ વ્યક્તિ જો કોઈ પક્ષીને લઈને આ કેમ્પમાં આવશે તો તેને નિષ્ણાત વેટરનરી ડોક્ટર દ્વારા નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે અને પક્ષીનો અમૂલ્ય જીવ બચવામાં આવશે.

વડોદરા જિલ્લામાં કરુણા એમ્બ્યુલન્સ ૧૯૬૨ દ્વારા અત્યાર સુધીમાં ૨૪૮૪૧ બિનવારસી અને બિન માલિકીના પશુની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી છે.

વડોદરા જિલ્લામાં ફરતું પશુ દવાખાના (MVD) ની કુલ૧૭ એમ્બ્યુલન્સ વાન કાર્યરત છે. જેમાં માલિકીના ૮૧,૮૯૪ પશુઓની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *