કેટરિનાની નવી ફિલ્મમાં ઈન્ટરવલ નહીં હોય

મૂંબઈ – દિગ્દર્શક શ્રીરામ રાઘવન એક રોમાંચક થ્રિલર બનાવી રહ્યા છે. 90 મિનિટના આ થ્રિલરમાં કેટરિના કૈફ અભિનેત્રીનું પાત્ર ભજવી રહી છે. આ ફિલ્મમાં કેટરિના સાથે સાઉથનો સ્ટાર વિજય સેતુપતિ મુખ્ય અભિનેતા છે. આ થ્રિલરની ખાસિયત એ છે કે, તેમાં એક પણ ઈન્ટરવલ નહીં હોય.

90 મિનિટના આ થ્રિલરનું શૂટિંગ માત્ર 30 દિવસમાં જ આટોપી લેવાનો ટાર્ગેટ છે. કોવિડ-19 મહામારીના કારણે આ થ્રિલરનું મોટાભાગનું શૂટિંગ ઈન્ડોર કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *