મહાનગર પાલિકાની ચૂંટણીમાં 27 સીટો પર જીત હાંસલ કર્યા પછી કેજરીવાલ સુરતની મુલાકાતે

ન્યુઝ ડેસ્ક – સુરત મહાનગર પાલિકામાં 27 સીટો જીતીને ગુજરાતના રાજકારણમાં એન્ટ્રી મારનારી આમ આદમી પાર્ટીના સુપ્રિમો અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ડાયમંડ સીટીની મુલાકાતે આવ્યા હતા. સુરતની જનતાનો આભાર વ્યક્ત કરવા માટે આવેલા કેજરીવાલનું આમ આદમી પાર્ટીના કાર્યકરોએ એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કર્યું હતુ.

કેજરીવાલ એરપોર્ટથી સીધા આમ આદમી પાર્ટીના ચૂંટાયેલા કોર્પોરેટરોને મળવા માટે નીકળ્યા હતા. સુરતના સર્કિટ હાઉસ ખાતે મોટી સંખ્યામાં આપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. ચૂંટાયેલા કોર્પોરેટરો સાથેની ઔપચારિક મુલાકાત બાદ તેઓ સુરતના ઉદ્યોગપતિઓ, બુધ્ધીજીવીઓ અને પ્રતિષ્ઠિત નાગરિકોને સર્કિટ હાઉસમાં મળશે. જોકે, કેજરીવાલે મિડીયાની સાથે વાત કરવાનું ટાળ્યુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *