ખબરદાર, જો કોઈ હસ્યું છે તો ? કોઈ ગલીપચી કરે તો પણ હસવાનું નથી

ન્યુઝ ડેસ્ક – કલ્પના કરો કે, તમને કોઈ ગલીપચી કરતું હોય તેમ છતાંય તમારે હસ્યાં વિના ચહેરા ઉપર નાટકિય ગંભીરતા લાવવાની હોય તો તમે શુ કરો ? તમને એમ થશે કે, બોલિવુડનો કોઈ અભિનેતા પણ આવી એક્ટિંગ ના કરી શકે. તમારી વાત બિલકુલ સાચી છે પણ આગામી 11 દિવસ માટે નોર્થ કોરિયાના લોકોને આવો અશક્ય ગણાતો વિરોધાભાસી અભિનય કરવો પડશે કારણ કે, તાનાશાહ કિમ જોંગે અગિયાર દિવસ માટે લોકોના હસવા ઉપર પ્રતિબંધ લાદતુ ફરમાન કર્યું છે.

વાત એવી છે કે, નોર્થ કોરિયાના સણકી તાનાશાહ કિમ જોંગના પિતા કિમ જોંગ ઈલની આજે 10મી પુણ્યતિથિ છે. એટલે તાનાશાહે આગામી અગિયાર દિવસ માટે રાષ્ટ્રિય શોક જાહેર કર્યો છે. શોકના આ અગિયાર દિવસ દરમિયાન દેશના કેટલાક રાજ્યોના લોકો ચહેરા પર સ્મિત નહીં લાવી શકે. એમને પોતાના ચહેરા ઉપર ફરજિયાતપણે ગંભીરતા રાખવી પડશે.

આપણામાં કહેવાય છે કે, હસે એનુ ઘર વસે..અને જે ના હસે એનુ ખસે…હવે, આગામી અગિયાર દિવસમાં નોર્થ કોરિયામાં કેટલા હસે છે કે, કેટલાનું ખસે છે ? એ જોવુ રહ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *