પ્રધાનમંત્રી મોદીએ કાશી વિશ્વનાથ ધામના કર્મચારીઓ માટે જ્યુટના બનેલા પગરખાં મોકલાવ્યાં

kashivishwanathdham – એક એવા પ્રધાનમંત્રી જેને નાનામાં નાની વ્યક્તિની સુખાકારીની ચિંતા છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફરી એકવાર નાના કર્મચારીઓની ચિંતા કરીને સમાચાર પત્રોની જગ્યા છીનવી લીધી છે.

વાત એવી છે કે, પ્રધાનમંત્રીએ બનારસના કાશીવિશ્વનાથ ધામમાં કામ કરતા કર્મચારીઓ માટે જ્યુટ એટલે કે, શણથી બનાવેલા પગરખાં મોકલાવ્યા છે. પ્રધાનમંત્રીએ મોકલેલા 100 જોડી પગરખાં આજે કાશી વિશ્વનાથ ધામ ખાતે કામ કરતા કર્મચારીઓને વહેંચવામાં આવ્યા હતા.

તાજેતરમાં જ પ્રધાનમંત્રી મોદીએ કાશી વિશ્વનાથ ધામનું ઉદ્ઘાટન કર્યું હતુ. તે વખતે સંકુલની અંદર કામ કરતા કર્મચારીઓ પગરખા પહેર્યા વિના જ ફરતા હતા. વાત એવી હતી કે, કાશી વિશ્વનાથ ધામમાં ચામડા કે, રબરના જૂતા પહેરીને ફરવાની મનાઈ છે. એટલે પ્રધાનમંંત્રીએ કર્મચારીઓ માટે જ્યુટ એટલે કે, શણના બનાવેલા 100 જોડી પગરખાં મોકલાવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *