કાળી ચૌદશે વડોદરાના માંડવી વિસ્તારનાં મહાકાળી મંદિરે માતાજીને લીંબુના હાર ચડાવવાનો રિવાજ

પેપર પેન – કાળી ચૌદશનો પર્વ એટલે, મહાકાળી માતા, હનુમાનજી મહારાજ અને કાળ ભૈરવનાં પૂજન-અર્ચનનો દિવસ ગણાય. તાંત્રિકો, સાધકો અને ભક્તજનો આ દિવસે ખાસ પૂજન, અર્ચન, આરાધના, જાપ અને હોમહવન કરતા હોય છે. કોઈ હનુમાન ચાલિસાના પાઠ કરે છે. તો કોઈ સ્મશાનમાં સાધના કરે છે.

વડોદરાની વાત કરીએ તો જૂના સિટી વિસ્તારમાં માંડવી પાસે આવેલા પૌરાણિક મહાકાળી મંદિરે ભક્તજનો લીંબુનો હાર ચડાવે છે. મંદિરના મહારાજ હેમંતભાઈ જણાવે છે કે, આજે કાળી ચૌદશના પવિત્ર પર્વે માંડવી પાસેના મહાકાળી મંદિરે સવારે સાત વાગ્યાથી સાંજે આઠ વાગ્યા દરમિયાન ભક્તો માતાજીને લીંબુના હાર ચડાવશે.

આજે પિતૃ નક્ષત્ર હોવાથી મંદિરમાં રાશી ફળ સ્વિકારવામાં આવશે નહીં. મહાકાળી માતાના મંદિરે લીંબુના હાર ચડાવવા માટે આજે સવારથી જ ભક્તોની ભારે ભીડ જામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *