કેન્યામાં ભિષણ દુષ્કાળ – અંતરિયાળ જંગલોમાં ભૂખ અને તરસથી તરફડતા વન્યજીવોના ટપોટપ મૃત્યુ

ન્યુઝ ડેસ્ક – ભૂખ અને તરસથી તરફડીને મૃત્યુ પામતા જાનવરોની હ્દયદ્રાવક તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થતા વિશ્વભરમાં પ્રાણીપ્રેમીઓ હચમચી ઉઠ્યાં છે. બળબળતા તડકાંમાં પાણી વિના તરફડતા વન્યજીવોની વિચલીત કરી દેનારી તસવીરો કેન્યાની છે. આફ્રિકાના કેન્યામાં હાલમાં કારમો દુકાળ પડ્યો છે. શહેરમાં લોકો પાસે પીવાનું પાણી છે પણ જંગલોમાં વરસાદ નહીં પડવાની લીધે વન્યજીવોની હાલત કફોડી છે.

વરસાદ વરસ્યો નથી એટલે જમીન સૂકીભઠ બની છે. ગરમીના પ્રકોપને લીધે લીલોતરી બળીને ખાક થઈ ચુકી છે. કેન્યાના જંગલોમાં વન્યજીવો માટે પીવાનું પાણી કે, ખાવાનું ઘાસ નથી. આવા સંજોગોમાં વન્યજીવોના શરીરની ચરબી તો ઠીક માંસ પણ બળી ચુક્યુ છે. પીવાનુ પાણી નહીં હોવાથી પ્રાણી મેદાનોમાં તરફડીને પ્રાણ છોડી રહ્યા છે.

તાજેતરમાં જ સૂકાઈ ગયેલા તળાવમાં પાણીની તલાશમાં પહોંચેલા છ જિરાફના તરસને કારણે મોત નીપજ્યાં હતા. કોઈ ફોટોગ્રાફરે ડ્રોનથી બોર અલગી અભ્યારણ્યમાં લીધેલી જિરાફના મૃતદેહોની તસવીરોએ વિશ્વભરના પ્રાણીપ્રેમીઓમાં શોકનું મોજુ ફેરવી દીધું હતુ. ખેર, હાલમાં કેન્યામાં રાહત અને બચાવની કામગીરી શરુ કરી દેવાઈ છે. પરંતુ, અંતરિયાળ જંગલોમાં પ્રાણીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાનું કાર્ય પડકારરુપ સાબિત થઈ રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *