BJPના 55 વર્ષથી વધુ વયના અનેક પૂર્વ કોર્પોરેટરો ચુંટણી નહીં લડી શકે

વડોદરા – ભાજપમાં ચુંટણી લડવા માટે દાવેદારોનો રાફડો ફાટ્યો છે. આવા સંજોગોમાં કોને ટિકિટ આપવી..તે સવાલ વિકટ બન્યો છે. તાજેતરમાં જ ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટિલે જાહેરાત કરી હતી કે, 55 વર્ષથી વધુ વયના કાર્યકરોને ટિકિટ આપવામાં નહીં આવે.

જો ભાજપ આ નવા નિયમ પર કાયમ રહેશે તો, રાજ્યની વિવિધ મહાનગર પાલિકા, પાલિકા, જિલ્લા-તાલુકા પંચાયતોના પૂર્વ પ્રતિનિધીઓને ચુંટણી લડવા નહીં મળે.

માત્ર વડોદરા શહેરની વાત કરીએ તો, 55 વર્ષથી વધુ વયના ભાજપના 21 પૂર્વ કોર્પોરેટરો ચુંટણી નહીં લડી શકે. જોકે, 12 પૂર્વ કોર્પોરેટરોએ ચુંટણી લડવા માટે દાવેદારી કરી છે.

55 વર્ષથી વધુ વયના કેટલાક પૂર્વ મેયર અને કાઉન્સિલરો એવા છે કે, જેમણ સ્વૈચ્છિક રીતે ચુંટણી લડવાનો ઈનકાર કરી દીધો છે. તેમણે ચુંટણીમાં દાવેદારી કરવાને બદલે નવા ચહેરાઓને ચાન્સ આપવાનો નિર્ણય લીધો છે.

રાજ્યના વિવિધ શહેરો અને જિલ્લાઓમાંથી અનેક એવા ભાજપના પૂર્વ પ્રતિનિધિઓ છે જેમણે ઉંમરના 55 વર્ષ વટાવી ચુક્યા છે. આ વખતે તેઓને ભાજપની ટિકિટ મળવાની શક્યતા ઓછી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *