ગીતમાં કશી ગતાગમ ના પડે છતાંય કરોડો ભારતીયો Yohaniને કલાકો સુધી સાંભળે છે

પેપર પેન – છેલ્લા કેટલાક મહિનાથી સોશિયલ મીડિયાની ફેવરિટ બનેલી શ્રીલંકન સીંગર યોહાનીએ ભારતમાં જબરદસ્ત લોકપ્રિયતા હાંસલ કરી છે. માત્ર એક જ ગીતમાં રાતોરાત સ્ટાર બનેલી યોહાનીની લોકપ્રિયતાને જોતા હવે બોલિવુડના સુપરસ્ટાર્સ તેને પોતાના શો કે, ફિલ્મોમાં સ્થાન આપી રહ્યા છે.

‘Manike Mage Hithe’ ગીતથી સોશિયલ મીડિયામાં ધૂમ મચાવનારી યોહાનીની સફળતાનો અંદાજ ત્યારે આવે જ્યારે બોલિવુડના સુપર સ્ટાર સલમાન ખાન તેને પોતાના શોમાં સ્થાન આપે. એટલું જ નહિં સદીના મહાનાયક અમિતાભ બચ્ચને પણ યોહાનીના એક ગીતને પોતાની ફિલ્મમાં સ્થાન આપ્યું છે.

યોહાની મૂળ શ્રીલંકન રેપ સીંગર છે. તેમ છતાંય ભારતમાં તેનો બહોળો ચાહક વર્ગ છે. વર્ષ 1993ની 30મી જુલાઈએ શ્રીલંકાના કોલંબોમાં જન્મેલી યોહાનીનું આખુ નામ યોહાની દિલોકા ડિસોઝા છે. વર્ષ 2016માં એક યૂ-ટ્યુબર તરીકે તેણે પોતાની કારકીર્દીની શરુઆત કરી હતી. શરુઆતમાં તેના ગીતો માત્ર શ્રીલંકાના લોકો જ સાંભળતા હતા. પરંતુ, ‘Manike Mage Hithe’ જેવુ હિટ સોંગ સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી ભારતમાં પણ યોહાનીના કરોડો ચાહકો બન્યાં છે. માત્ર એક જ ગીતમાં લોકપ્રિયતાના તમામ શીખરો સર કરનારી યોહાની આજના યુવા જગત માટે પ્રેરણાદાયી બની ચુકી છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મે છેલ્લા પાંચેક વર્ષમાં અનેક પ્રતિભાઓને પ્લેટફોર્મ પુરુ પાડવાનું કામ કર્યું છે. તાજેતરમાં જ સહદેવ નામના એક ભારતીય બાળકને બચપન કા પ્યાર..નામના એક ગીતે રાતોરાત સ્ટાર બનાવી દીધો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *