ગૌણ સેવા પસંદગી મંડળી પરીક્ષાનું પેપર લીક થતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિફર્યાં

ન્યુઝ ડેસ્ક – ગૌણ સેવા પસંદગી મંડળની યોજાયેલી પરીક્ષાનું પેપર લીક થતા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિફર્યા છે અને તેમની કડક સૂચનાથી પેપરકાંડમાં સંડોવાયેલા મનાતા 11 લોકો સામે પ્રાંતિજમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે. પેપર કાંડ મામલે તપાસ કરવામાં અને આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલવામાં સરકાર કટિબધ્ધ છે.

હર્ષ સંઘવીને જાહેર કર્યું છે કે, પેપર લીક કરવાના કેસમાં જો કોઈ સરકારી અધિકારીની સંડોવણી બહાર આવશે તો તેની સામે પણ કડક પગલા લેવામાં આવશે. પેપર લીક થવાના કેસમાં રાજ્ય સરકારની સૂચનાથી પોલીસ ગુજસીટોકનો ગુનો પણ દાખલ કરે તેવી શક્યતા છે.

ઉપરાંત, ગૌણ સેવા પસંદગી મંડળની રવિવારે યોજાયેલી પરીક્ષા રદ્ કરવી કે કેમ તેનો પણ નિર્ણય ટૂંક સમયમાં જ સરકાર લેશે. હાલમાં પોલીસ અને સરકારી અધિકારીઓ પેપર લીક કાંડની તલસ્પર્શી તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *