વિશ્વ સુંદરીની સ્પર્ધાને કોરોનાની નજર લાગી, 17 સ્પર્ધકો કોરોના પોઝિટિવ આવતા Miss World સ્પર્ધા સ્થગિત

ન્યુઝ ડેસ્ક – વિશ્વ સુંદરીની સ્પર્ધાને કોરોનાની કાળી નજર લાગી છે. પ્યુટો રિકોમાં યોજાનારી મિસ વર્લ્ડ સ્પર્ધામાં ભારતની મનસા વારાણસી સહિત 17 સુંદરીઓનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા જ ખળભળાટ મચી ગયો હતો. આયોજકોએ તમામ સ્પર્ધકોને 14 દિવસ માટે ક્વોરોન્ટાઈન કરીને મિસ વર્લ્ડ સ્પર્ધાને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે.

આયોજકોનું કહેવુ છે કે, 92 દેશોની સ્પર્ધકો, આયોજકો, ક્રુ-મેમ્બર્સ, આમંત્રિત મહેમાનો અને દર્શકોના સ્વાસ્થયને ધ્યાનમાં લઈને મિસ વર્લ્ડ સ્પર્ધા સ્થગિત કરી દેવાઈ છે. આગામી 90 દિવસની અંદર ફરીથી આ સ્પર્ધા યોજાશે. હાલમાં 17 કોરોના પોઝિટિવ સ્પર્ધકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *