ગુજરાતમાં એક અઠવાડિયા પહેલા ચોમાસુ બેઠું

ન્યુઝ ડેસ્ક – દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસતા રાજ્યમાં ચોમાસાની વિધિવત શરુઆત થઈ ચુકી છે. સામાન્ય સંજોગોમાં ગુજરાતમાં 15મી જૂન પછી ચોમાસુ બેસતુ હોય છે પણ આ વર્ષે એક સપ્તાહ પહેલા જ ચોમાસાનો પ્રારંભ થતા કાળઝાળ ગરમીથી કંટાળેલા લોકોએ ઠંડકનો અનુભવ કર્યો હતો.

મૂંબઈમાં ભારે વરસાદ વરસતા તેની અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી હતી. સુરત તથા આસપાસના વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી છૂટકછૂટક વરસાદ વરસી રહ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી ત્રણેક દિવસ સુધી ડાંગ, આહવા અને દમણ-દાદરા નગર હવેલીમાં વરસાદ વરસશે. 30મી જૂન સુધી રાજ્યના લગભગ બધા જ જિલ્લાઓમાં વરસાદ પડશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *