મુંબઈની વૈભવી હોટલમાં દીવ-દમણના સાંસદ મોહન ડેલકરનું રહસ્યમય મોત

ન્યુઝ ડેસ્ક – મુંબઈની મરિનડ્રાઈવની એક વૈભવી હોટલમાં દીવ-દમણના સાંસદ મોહન ડેલકરનો મૃતદેહ મળી આવતા ખળભળાટ મચી ગયો છે. સાંસદના મૃત્યુની ખબર સાંભળતા જ સ્થાનિક પોલીસમાં દોડધામ મચી ગઈ છે. પોલીસે સાંસદ મોહન ડેલકરના મૃત્યુનું કારણ જાણવાના પ્રયાસો હાથ ધર્યા છે.

મોહન ડેલકર દીવ-દમણના સાંસદ છે. વર્ષ 1989માં તેમણે પહેલી વખત ચૂંટણી લડી હતી અને અપક્ષ ઉમેદવાર તરીકે જીત હાંસલ કરીને તેઓ દીવ-દમણના સાંસદ બન્યા હતા. ત્યારપછી તેઓ વર્ષ 2009માં કોંગ્રેસ પક્ષ સાથે જોડાયા હતા. વર્ષ 2019માં તેમણે ફરી એકવાર અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યુ હતુ અને જીત હાંસલ કરી હતી. મોહન ડેલકર દક્ષિણ ગુજરાતના એક લોકપ્રિય નેતા ગણાય છે.

મુંબઈની વૈભવી હોટલમાંથી રહસ્યમય સંજોગોમાં મોહન ડેલકરનો મૃતદેહ મળતા દીવ-દમણમાં તેમના સમર્થકોમાં ભારે શોકની લાગણી ફેલાઈ છે. પ્રાથમિક તબક્કે મોહન ડેલકરે આપઘાત કર્યો હોવાનુ જણાય છે. અલબત્ત, તેમની મોતનું સાચૂ કારણ હજીસુધી બહાર આવી શક્યુ નથી. પણ મોહન ડેલકરના રહસ્યમય મોત અંગે મુંબઈ પોલીસે તપાસ શરુ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *