NASAએ અંતરિક્ષમાં મરચુ ઉગાડ્યું

પેપર પેન – અંતરિક્ષમાં રહેલા આંતરરાષ્ટ્રિય સ્પેસ સ્ટેશનમાં NASAએ શાકભાજી ઉગાડવાનો સફળ પ્રયોગ કર્યો છે. NASAની ટીમે અંતરિક્ષમાં કેપ્સિકમ ઉગાડીને વિશ્વને આશ્ચર્યમાં મુકી દીધું છે. NASAનાં અંતરિક્ષ વિજ્ઞાનીઓના આ પ્રયોગે બ્રમ્હાંડમાં અનેક શક્યતાઓને જન્મ આપ્યો છે.

સામાન્ય રીતે ધરતી પર કેપ્સિકમની ખેતી કરવી અઘરી ગણાય છે. બીજા શાકભાજી કરતા કેપ્સિકમને ઉગવામાં સમય લાગતો હોય છે. જેને અંતરિક્ષમાં ઉગાડીને NASAએ ચમત્કાર સર્જ્યો છે. સ્પેસ સ્ટેશનમાંથી અંતરિક્ષ વિજ્ઞાનીઓએ કેપ્સિકમની તસવીરો શેર કરી છે. અંતરિક્ષમાં ઉગેલા કેપ્સિકમથી વિજ્ઞાનીઓએ ટાકોસ બનાવીને ખાધા પણ હતા. જેની તસવીરો ટ્વિટર પર મુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *