NCP સુપ્રિમો શરદ પવારે કર્યાં વડાપ્રધાન મોદીની કાર્યશૈલીના વખાણ, “મોદી જે કામ હાથમાં લે તે પુરુ કરીને જ રહે છે”

NCP સુપ્રિમો શરદ પવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કાર્યશૈલીના વખાણ કરીને દેશના રાજકારણમાં કુતુહલ ઉભુ કર્યું છે. મુંબઈમાં આયોજીત એક કાર્યક્રમમાં એનસીપી પ્રમુખ અને રાજ્યસભાના સાંસદ પવારે જણાવ્યુ હતુ કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શાસન ઉપર સારી પકડ છે. અને તેને કારણે જ તેમનો પક્ષ પણ મજબૂત છે.

નરેન્દ્ર મોદી એક વાર કામ હાથમાં લે તો એને પુરુ કર્યા વિના રોકાતા નથી. સરકારની નીતિઓને સફળ બનાવવા માટે પ્રસાશન અને રાજનેતાઓ કેવી રીતે એકબીજાના સહયોગી બને તે વાત પર તેઓ હંમેશા ધ્યાન આપે છે. તેમણે ભૂતકાળની વાત યાદ કરતા જણાવ્યુ હતુ કે, જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે હું કેન્દ્રિય મંત્રી હતો. તત્કાલિન વડાપ્રધાન ડો. મનમોહનસીંગનો મોદી જબરદસ્ત વિરોધ કરતા હતા. જ્યારે દરેક રાજ્યોના મુખ્યમંત્રીઓની બેઠક હોય ત્યારે ભાજપ સાશિત રાજ્યોન મુખ્યમંત્રીઓનું નેતૃત્વ મોદી કરતા હતા અને તઓ કેન્દ્ર સરકારની નીતિઓનો વિરોધ કરતા હતા. તેમને જવાબ આપવા માટે મને મોકલવામાં આવતા હતા.

મોદીને જવાબ આપવા માટે રીતસરની યોજના બનાવવામાં આવતી હતી. મારા સિવાય યુપીએ સરકારમાં કોઈ બીજા સક્ષમ મંત્રી ન હતા જે મોદીને જવાબ આપી શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *