દસ વિકેટ ખેરવીને ઈતિહાસ રચનારો ન્યુઝિલેન્ડનો બોલર એઝાજ મૂળ ભરુચના કંથારિયાનો રહેવાસી

ન્યુઝ ડેસ્ક – મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટની પહેલી ઈનિંગમાં મૂળ ભરુચના કંથારિયાના એજાઝ પટેલે દસ વિકેટ ખેરવીને ઈતિહાસ રચ્યો છે. એઝાજ હાલમાં ન્યુઝિલેન્ડની ટીમનો લેફ્ટ આર્મ બોલર છે. એઝાજે પહેલી ઈનિંગમાં ભારતની દસે વિકેટો ઝડપી લીધી હતી.

એઝાજ મૂળ ભરુચનો વતની છે અને ભૂતકાળમાં તે પરિવાર સાથે ન્યુઝિલેન્ડમાં સ્થાયી થયો હતો. એઝાજની આ સિધ્ધીથી કંથારિયામાં જશ્નનો માહોલ છે. જોકે, કોવિડની પરિસ્થિતિમાં તેના નીકટના સંબંધીઓ એઝાજને હજીસુધી મળી શક્યા નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *