ધર્માંતરણ રેકેટમાં પુરાવાનો નાશ કરનારા મુસ્લીમ મેડિકલ સેન્ટરના સુપરવાઈઝરની ધરપકડ

ન્યુઝ ડેસ્ક – દિલ્હીમાં સીએએના વિરોધમાં થયેલા આંદોલનમાં તથા ધર્માંતરણના નેટવર્કને આર્થિક મદદ પુરી પાડવાના ગંભીર ગુનામાં વડોદરા પોલીસે પુરાવાનો નાશ કરવા બદલ મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઈઝરની ધરપકડ કરતા ખળભળાટ મચી ગયો છે.

વડોદરા પોલીસે મહંમદહુસૈન ગુલામહુસૈન મનસુરી (રહે. શ્યામવાલા કોમ્પલેક્ષ, પાણીગેટ)ની ધરપકડ કરી છે. મહંમદહુસૈન પર આરોપ છે કે, આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીન શેખની આર્થિક લેવડ-દેવડના પુરાવાનો નાશ કર્યો હતો. તેણે સલાઉદ્દીનના કહેવાથી પેનડ્રાઈવ તોડી નાંખી હતી અન મહત્વના પુરાવાનો નાશ કર્યો હતો.

ઉપરોક્ત વિગતો પ્રકાશમાં આવ્યા પછી પોલીસે મુસ્લિમ મેડિકલ સેન્ટરના સુપરવાઈઝર મહંમદહુસૈન ગુલામહુસૈન મનસુરીને ઝડપી પાડ્યો હતો. પોલીસની તપાસમાં ખુલાસો થયો હતો કે, વડોદરાના આફમી ટ્રસ્ટને દુબઈથી હવાલા મારફતે 60 કરોડ રુપિયા મળ્યા હતા.

જેનો ઉપયોગ આફમી ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી સલાઉદ્દીને દેશમાં ધર્માંતરણના રેકેટમાં, સીએએના વિરોધમાં દિલ્હીમાં ફાટી નીકળેલા આંદોલનમાં તથા કેટલીક ગેરકાનૂની પ્રવૃત્તિને વેગ આપવા માટે કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *