મમતા બેનર્જીની સરકારના વધુ એક મંત્રીએ રાજીનામુ આપ્યું

કોલકાતા, તા.23.01.2021 – પશ્ચિમ બંગાળમાં વિધાનસભાની ચુંટણી પહેલા જ મુખ્યમંત્રી મમતા બેનર્જીની સરકારના વધુ એક મંત્રીએ રાજીનામુ આપી દેતા ખળભળાટ મચી ગયો હતો. આ વખતે તૃણમુલ કોંગ્રેસને તેના જ પક્ષના સિનિયર નેતા રાજીબ બેનર્જીએ ઝટકો આપ્યો છે.

રાજીબ બેનર્જી પશ્ચિમ બંગાળ સરકારમાં વનમંત્રી હતા. તેમણે ગઈકાલે વિધિવત રીતે પોતાનુ રાજીનામુ ધરી દીધુ હતુ. રાજીબ બેનર્જીએ જણાવ્યુ હતુ કે, સરકારની કામગીરી અંગે ટિપ્પણી કરવા બદલ પક્ષના કેટલાક નેતાઓએ તેમની ઉપર અંગત પ્રહારો શરુ કર્યા હતા. આ બાબતે તેમણે હાઈ કમાન્ડનું ધ્યાન પણ દોર્યું હતુ. પરંતુ, કોઈ પરિણામ નહીં આવતા આખરે કંટાળીને તેમણે મંત્રી મંડળમાંથી રાજીનામુ આપી દીધુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *