છોકરીઓ ક્ઈ ઉંમરે લગ્ન કરશે એ પુરુષો કરશે ? કમિટિના 31 સભ્યોમાં માત્ર એક જ મહિલા

ન્યુઝ ડેસ્ક – કન્યાની લગ્નની ઉંમર 18થી વધારીને 21 કરવાની દરખાસ્તની ખરાઈ કરવા માટે બનાવવામાં આવેલી સંસદીય સમિતિના 31 સદસ્યોમાં માત્ર એક જ મહિલાને સ્થાન આપવામાં આવતા દેશભરમાં ચર્ચા જાગી છે. જે કાયદાથી દેશની કરોડો મહિલાઓને અસર પડવાની છે તેવા કાયદાની દરખાસ્તની ખરાઈ માટેની સમિતિમાં 30 પુરુષો છે અને માત્ર એક જ મહિલાને રાખવામાં આવી છે જે આશ્ચર્ય પમાડે તેવી બાબત છે.

સંસદના શિયાળુ સત્રમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા દેશમાં કન્યાની લગ્નની ઓછામાં ઓછી ઉંમર 18થી વધારીને 21 કરવાનો ખરડો રજૂ કરવામાં આવ્યો હતો. આ ખરડાને ચર્ચા વિચારણા માટે સ્ટેન્ડિંગ કમિટિને સોંપવામાં આવ્યો હતો. આ કમિટિમાં 31 સાંસદોનો સમાવેશ કરાયો હતો. કમિટિના 31 સભ્યોમાંથી માત્ર એક જ મહિલા સાંસદનો સમાવેશ કરાયો છે.

સમિતિની મહિલા સાંસદ અને તૃણમૂલ કોંગ્રેસના સુષ્મિતા દેવે જણાવ્યુ હતુ કે, સમિતિમાં હું એક જ મહિલા સાંસદ છું પણ એમાં મહિલા સાંસદોની સંખ્યા વધારવાની જરુર હતી. બીજી તરફ એનસીપીના મહિલા સાંસદ સુપ્રિયા સુલેએ જણાવ્યુ હતુ કે, મહિલાઓને લગતા કાયદાની સમિક્ષામાં મહિલાઓને વધારે સ્થાન આપવુ જોઈતુ હતુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *