ખેડામાં Neo Politan Pizzaની નવી રેસ્ટોરન્ટનો ભવ્ય પ્રારંભ, નગરજનોને ઈટાલિયન પિઝાનો સ્વાદ માણવા નડિયાદ કે, અમદાવાદ નહીં જવુ પડે

  • કોરોના કાળમાં જ્યારે મોટાભાગના રેસ્ટોરન્ટ બંધ થવાના આરે છે તેવા કપરા સમયમાં પણ Neo Politan Pizza ચેઈન પ્રગતિ સોપાન સર કરી રહ્યુ છે

ન્યુઝ ડેસ્ક – જે થવાનુ હતુ એ થઈ ગયુ હવે બધુ સારુ થશે, બસ આ સમજીને આગળ વધો પ્રગતિ ચોક્કસ મળી જશે….આવા પોઝિટિવ મંત્રને બિઝનેસમાં ઉતારીને Neo Politan Pizza કોરોના મહામારીના કપરા કાળમાં પણ સતત આગળ ધપી રહ્યુ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે, કોરોના અને લોકડાઉનની આકરી પરિસ્થિતિમાં પણ Neo Politan Pizza પ્રગતિના સોપાનો સર કરી રહ્યુ છે. છેલ્લા દોઢ વર્ષ દરમિયાન રેસ્ટોરન્ટ બિઝનેસનો કચ્ચરઘાણ વળી ગયો છે. ગુજરાતના લગભગ દરેક શહેરો અને તાલુકા મથકોમાં મોટાભાગના રેસ્ટોરન્ટ બંધ થવાના આરે છે. આવા સમયમાં પણ નવા આઉટલેટ ખોલીને Neo Politan Pizza ગજબની હિંમત દાખવી રહ્યુ છે.

બે દિવસ અગાઉ એટલે કે, તા. 20મી જૂને ખેડામાં Neo Politan Pizzaની નવી ફ્રેન્ચાઈઝીનું ભવ્ય ઉદ્ઘાટન થયુ હતુ. Neo Politan Pizzaની આગવી ઓળખ ગણાતા Un Limited Pizza હવે ખેડાના નગરજનોને આસાનીથી મળી રહેશે.

ખેડા-માતર રોડ પર આવેલા સંતરામ પાર્ટી પ્લોટની સામે Neo Politan Pizzaની નવી ફ્રેન્ચાઈઝીની શરુઆત કરનારા અંકિત પટેલ કહે છે કે, હું મૂળ ખેડાનો વતની છું અને વર્ષો પહેલા આફ્રિકા સ્થાયી થયો હતો. છ મહિના પહેલા હું ખેડા પાછો આવ્યો હતો. મારે માદરે વતન ખેડામાં એક નવો બિઝનેસ શરુ કરવો હતો અને હું કોઈ સારા પ્રોજેક્ટની તલાશમાં હતો. એક વખત હું મારા પરિવાર સાથે સાંજે ડિનર પર નીકળ્યો. મારે પિઝા ખાવા હતા પણ ખેડામા ઈટાલિયન પિઝા મળે તેવી કોઈ રેસ્ટોરન્ટ ન હતી. મારે પિઝા ખાવા હોય તો નડિયાદ અથવા અમદાવાદ જિલ્લા સુધી લાંબુ થવુ પડે તેવી સ્થિતિ હતી.

આખરે, મેં નિર્ણય લીધો કે, મારે ખેડામાં જ ઈટાલિયન પિઝા મળી રહે તેવી રેસ્ટોરન્ટ કરવી જોઈએ. મેં Neo Politan Pizza ચેઈન વિષે સાંભળ્યુ હતુ. ગુજરાતમાં Neo Politan Pizzaની પ્રસિધ્ધી વિષે જાણીને મેં Neo Politanની ફ્રેન્ચાઈઝી લેવાનો નિર્ણય કર્યો.

મારા એક નીકટના સંબંધી ભાવિક પટેલ આણંદમાં Neo Politan Pizzaની ફ્રેન્ચાઈઝી ચલાવે છે એટલે મેં એમનો સંપર્ક કર્યો અને ખેડામાં પિઝા રેસ્ટોરન્ટ શરુ કરવાની ઈચ્છા વ્યક્ત કરી. આખરે, ભાવિકભાઈએ મને Neo Politan કંપનીના સીએમડી મુકુંદ પુરોહિતનો કોન્ટેક્ટ કરાવી આપ્યો. લગભગ ત્રણેક મહિનાની મહેનત બાદ અમે ખેડા-માતર રોડ પર આવેલા સંતરામ પાર્ટી પ્લોટની સામેના કોમ્પલેક્ષના પહેલા માળે એક વિશાળ જગ્યા રાખીને તેમના Neo Politan Pizza રેસ્ટોરન્ટ શરુ કરી.

Neo Politan Pizzaનો ધ્યેય એટલો જ છે કે, ગ્રાહકને ઓછા દરે અનલિમિટેડ ઈટાલિયન પિઝાનો સ્વાદ માણવા મળે. કંપનીના ધ્યેયને આગળ વધારતા અમે ખેડાના અમારા રેસ્ટોરન્ટમાં માત્ર 199 રુપિયાના નજીવા દરે અનલિમિટેડ પિઝા, ગાર્લિક બ્રેડ, હોટ એન્ડ કોલ્ડ હેલ્ધી સલાડ, કોલ્ડ ડિંક્સ અને બ્રાઉની વિથ ચોકલેટ આઈસ્ક્રીમ સહિત કુલ 30થી વધુ વ્યંજનો આપીએ છીએ. તમને જાણીને આશ્ચર્ય થશે કે, ખેડાના નગરજનોનો અમને ધારણા કરતા વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. અને હવે ખેડાના લોકોને ઈટાલિયન પિઝા ખાવા માટે નડિયાદ કે, અમદાવાદ જિલ્લા સુધી લાંબુ થવુ પડતુ નથી.

Neo Politan Pizza
Opp. Santram Party Plot
Kheda-Matar Road,
Kheda
Ph- 7859861110

Neo Politan Pizzaની ફ્રેન્ચાઈઝી મેળવવા માટે સંપર્ક કરો Ph-09574000492

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *