15થી 18 વર્ષના ત્રણ કરોડથી વધુ કિશોરોએ કોરોનાની વેક્સિન લીધી

ન્યુઝ ડેસ્ક – 15થી 18 વર્ષની વય જૂથના કિશોરોમાં કોરોનાની વેક્સિન લેવાનો ઉત્સાહ ચરમસીમાએ છે. કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવીયાએ માહિતી આપી હતી કે, અત્યાર સુધીમાં ત્રણ કરોડથી વધુ કિશોરોએ વેક્સિનનો પહેલો ડોઝ મેળવી લીધો છે.

વેક્સિનેશનનો કાર્યક્રમ દેશભરમાં પુરજોશમાં ચાલી રહ્યો છે. કિશોરોની સાથે સાથે 60 વર્ષથી વધુ વયના કોમોર્બિડીટી ધરાવતા સિનીયર સિટીઝનોને પણ બુસ્ટર ડોઝ આપવાની કામગીરી પણ વેગ પકડી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *