શ્રીનગરથી શારજાહની ફ્લાઈટને એરસ્પેસ આપવાનો પાકિસ્તાનનો ઈનકાર

નવી દિલ્હી – જમ્મુ-કાશ્મીરના શ્રીનગરથી શારજાહ વચ્ચેની ફ્લાઈટને પાકિસ્તાને પોતાની એરસ્પેસ આપવાનો ઈનકાર કરતા ખળભળાટ મચી ગયો છે. પાકિસ્તાનના આ નિર્ણયને કારણે શ્રીનગરથી શારજાહની ફ્લાઈટને હવે ઉદેપુર, અમદાવાદ અને ઓમાન થઈને જવુ પડશે.

જેને કારણે શ્રીનગરથી શારજાહ પહોંચવામાં ફ્લાઈટને એક કલાકનો વધુ સમય થશે અને ઈંધણ પણ વધારે વપરાશે. જેના લીધે મુસાફરોને વધારે ભાડુ ચુકવવુ પડશે. શ્રીનગરથી ઉડનારી આ ફ્લાઈટને એરસ્પેસ નહીં આપીને પાકિસ્તાને ફરી એકવાર પોતાના ઈરાદા સ્પષ્ટ કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *