ઓમિક્રોનથી બચવા માટે નોર્વેમાં આંશિક લોકડાઉન

ન્યુઝ ડેસ્ક – કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી દેશની પ્રજાને બચાવવા માટે નોર્વે જેવા નાનકડા દેશે આંશિક લોકડાઉન જાહેર કર્યું છે. દેશના વડાપ્રધાન જોનાસ ગહર સ્ટોએરે જણાવ્યુ હતુ કે, ઓમિક્રોનના ખતરાથી દેશના 5.4 મિલિયન લોકોને બચાવવા માટે આગોતરી તૈયારીના ભાગરુપે આંશિક લોકડાઉન કરાયુ છે.

જેમાં દેશમાં બાર અને રેસ્ટોરન્ટમાં દારુ પિરસવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. ઉપરાંત, જીમ અને સ્વિમીંગ પુલો બંધ કરવા અને સ્કૂલોમાં કોવિડ-19ના પ્રોટોકોલનું કડક પાલન કરાવવુ જેવા નિયમો જાહેર કરાયા છે. એટલુ જ નહીં પણ દેશમાં રસીકરણને પ્રાધાન્ય આપવા માટે સશસ્ત્રો દળોની પણ મદદ લેવાશે.

કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનથી બ્રિટનમાં પહેલુ મોત નીપજ્યું છે. જેને જોતા બ્રિટનની સરકારે પણ કડક પગલા લેવાની શરુઆત કરી છે. ઓમિક્રોનને ફેલાતો અટકાવવા માટે જરુરી પગલા લેવા માટે સ્વાસ્થય વિભાગને સૂચના અપાઈ ચુકી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *