શાંતિ પ્રિય દેશ ભૂતાને ભારતના વડાપ્રધાન મોદીને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સમ્માનિત કર્યાં

ન્યુઝ ડેસ્ક – વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચાહકો માત્ર ભારતમાં જ નહીં પરંતુ, વિશ્વના ખૂણેખૂણે પથરાયેલા છે. ભારતમાં જ નહીં પરંતુ, વિશ્વના અનેક દેશોમાં મોદીના સેવાકાર્યોને સ્વીકૃતી મળી રહી છે. હાલમાં જ નરેન્દ્ર મોદીને પાડોશી દેશ ભૂતાને સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સમ્માનીત કરીને તેમના પ્રત્યેનો આદર વ્યક્ત કર્યો છે.

ભૂતાન સરકારે જણાવ્યુ હતુ કે, કોરોના મહામારી દરમિયાન ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભૂતાનને ખૂબ સહાય કરી હતી. ભૂતાનની સરકાર અને જનતા વડાપ્રધાન મોદીને એક મહાન અને આધ્યાત્મિક વ્યક્તિ તરીકે સ્વીકારે છે. ભૂતાને સર્વોચ્ચ નાગરિક સમ્માનની સાથેસાથે નરેન્દ્ર મોદીને તેમના દેશના મહેમાન બનવાનું આમંત્રણ પણ પાઠવ્યું છે.

ભારતના વડાપ્રધાન બન્યા પછી નરેન્દ્ર મોદીને માલદિવ્સ, રશિયા, યુએઈ અને અફઘાનિસ્તાન જેવા દેશોએ સર્વોચ્ચ નાગરિક પુરસ્કારથી સમ્માનિત કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *