રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પેટ્રોલની કિંમત પ્રતિલિટરે 99.87 રુપિયા થતા ખળભળાટ

નવી દિલ્હી – દેશમાં પેટ્રોલ-ડિઝલના ભાવ પ્રતિ લીટરે 100 રુપિયા સુધી પહોંચે તેવી આશંકા ઉપસ્થિત થઈ છે. હકીકત એ છે કે, રાજસ્થાનના શ્રીગંગાનગરમાં આજે પેટ્રોલના ભાવ લીટરે 99.87 રુપિયા થઈ ગયો છે. દિલ્હીમાં પેટ્રોલની કિંમત 89.54 અને મુંબઈમાં 96 રુપિયા થઈ છે. છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ-ડિઝલની કિંમતોમાં સતત ભાવ વધારો થઈ રહ્યો છે.

પહેલાનો સમય એવો હતો કે, ઈંધણની કિંમતમાં વધારો થાય તો તેની જાહેરાત થતી હતી. પરંતુ, કેન્દ્રની ભાજપ સરાકારે ઈંધણની કિંમતમાં વધારાની જાહેરાતો કરવાનુ બંધ કરી દીધુ છે અને ચુપકિદિથી પાછલા બારણે ઈંધણની કિંમતોમા વધારો થઈ રહ્યો છે. રોજેરોજ પેટ્રોલપંપોના મીટરોમાં જ ફેરફાર કરવાની યોજનાથી ગ્રાહકોને ભાવ વધારાની ખાસ જાણ થતી નથી.

તમને જાણીને આશ્ચર્ય થશે કે, છેલ્લા એક અઠવાડિયાથી પેટ્રોલ-ડિઝલના ભાવોમાં સતત વધારો થઈ રહ્યો છે અને હવે આંકડો પ્રતિ લીટરે 100 રુપિયા સુધી પહોંચવાની તૈયારીમાં છે. આજે અમદાવાદમાં પેટ્રોલની કિંમત 86.80 પર પહોંચી છે.


સમજવા જેવી વાત તો એ છે કે, પેટ્રોલ કે, ડિઝલની બેઝ પ્રાઈઝ 34 રુપિયાથી ઓછી છે પણ તેમાં વેટ, એક્સાઈઝ, ડિલરનું કમિશન અને ટ્રાન્સપોર્ટેશનનો ઉમેરો થઈને તેની કિંમત વધીને 85 રુપિયાને પાર થઈ જાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *