પેટ્રોલ-ડિઝલના દામ વધતા નવો કકળાટ

મુંબઈ – પેટ્રોલ-ડિઝલના સતત થઈ રહેલા ભાવ વધારાને કારણે તહેવાર ટાંકણે ઘરનું બજેટ જાળવવાનો નવો કકળાટ શરુ થયો છે. છેલ્લા ચાર દિવસથી ઈંધણની કિંમતોમાં લગાતાર વધારો થઈ રહ્યો છે. મધ્યપ્રદેશની વાત કરીઓ તો ત્યાં વેટનો દર વધારે હોવાથી હાલમાં પેટ્રોલનો ભાવ એક લિટરે 120 રુપિયા ઉપર નીકળી ગયો છે.

હવે, દીવાળીના વેકેશન દરમિયાન પર્યટન સ્થળોએ ફરવા જવાનું બજેટ વધી જાય તેવા સંજોગો ઉભા થયા છે. પેટ્રોલ-ડિઝલના ભાવની અસર પ્રત્યેક વસ્તુની કિંમતો પર પડી રહી છે. હવે, એલપીજીની કિંમતોમાં પણ ઉછાળો આવે તેવી આશંકા સેવાઈ રહી છે. જેને કારણે દીવાળીના તહેવારો દરમિયાન લોકોના ઘરનું બજેટ ખોરવાય તેવા સંજોગો ઉપસ્થિત થયા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *