ઓસ્ટ્રેલિયામાં રહેતા ગુજરાતી કિશોરની કાકલુદી – એક મહિનાથી મારી માતા ગૂમ છે Please Help Me

ન્યુઝ ડેસ્ક – એક મહિના પહેલા કરજણથી ભેદી સંજોગોમાં ગૂમ થયેલી માતાને શોધવા માટે ઓસ્ટ્રેલિયા રહેતા પુત્રે સોશિયલ મિડિયામાં રીતસરની ઝૂંબેશ છેડી છે. પુત્રે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક હ્દયદ્રાવક પત્ર પોસ્ટ કર્યો છે. જેમાં તેની માતા સાથે કંઈક અજુગતુ બન્યુ હોવાની આશંકા પણ વ્યક્ત કરવામાં આવી છે.

હકીકત એ છે કે, વડોદરા જિલ્લા પોલીસ વિભાગના સ્પેશિયલ ઓપરેશન ગૃપના પોલીસ ઈન્સ્પેક્ટર અજય દેસાઈના પત્ની સ્વિટિબેન એક મહિના પહેલા કરજણ ખાતેના તેમના નિવાસસ્થાનેથી રહસ્યમય સંજોગોમાં ગૂમ થયા હતા. જોકે, તે સમયે પીઆઈ દેસાઈએ પત્ની ગૂમ થયાની જાણ સ્થાનીક પોલીસ મથકે કરી ન હતી.

એક મહિના પછી સ્વિટિબેન ગૂમ થયાના સમાચાર વહેતા થતા વડોદરા જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. બીજી તરફ ગૂમ થનારા સ્વિટિબેનના પુત્ર રિધમે પોતાની માતાને શોધવા માટે સોશિયલ મિડિયામાં રીતસરનું કેમ્પેન છેડ્યું છે. રિધમ એ સ્વિટિબેનના પહેલા પતિનો પુત્ર છે અને તે નાનાભાઈ અને પિતા સાથે ઓસ્ટ્રેલિયામાં સ્થાયી થયો છે.

રિધમે પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર એક હ્દયદ્રાવક પત્ર પોસ્ટ કર્યો છે. જેમાં તેણે લખ્યુ છે કે, મારુ નામ રિધમ પંડ્યા છે અને હું મારી મમ્મીને શોધવાનો પ્રયત્ન કરી રહ્યો છું. 4 જૂનની મોડીરાતથી 5 જૂનની વહેલી સવાર વચ્ચે

મારી મમ્મી વડોદરા નજીકના કરજણ તેમના ઘરેથી ખોવાયેલ છે.

થોડા વર્ષો પહેલા મારા મમ્મી-પપ્પા પોતાની મરજીથી અલગ થઈ ગયા હતા. હું અને મારો નાનોભાઈ પપ્પા સાથએ ઓસ્ટ્રેલિયા રહીએ છીએ. મારા મમ્મીએ અજય દેસાઈ ઉર્ફે કે કે દેસાઈ વડોદરા રુરલ પોલસના પીઆઈ સાથે લગ્ન કર્યાં હતા. અને એમને બે વર્ષનો છોકરો છે. જેનુ નામ અંશ છે.

મારી મમ્મી કોઈને કહ્યા વિના જતી રહી હશે એવુ વિચારીને અજય દેસાઈએ પહેલા છ દિવસ સુધ પોલીસમાં કોઈ જાણ કરી નહોતી. પણ પછી એમણે મારા મામાને બોલાવીને પોલીસમાં ફરિયાદ લખાવી હતી. મને ભારતની કાનૂન વ્યવસ્થા અને ગુજરાત પોલીસની કામગીરી પર ભરોસો છે. પણ મારી મમ્મી પાછી આવી જશે એવુ વિચારીને મેં ઘણી રાહ જોઈ. મેં સોશિયલ મિડિયા પર કેમ્પેન ચાલુ કર્યું છે. એમા મને તમારી મદદની બહુ જ જરુર છે. મારી મમ્મી કે, મારા ભાઈઓને મુકીને એમ જ જતી રહે નહિં. મને એવો ડર છે કે, મારી મમ્મી સાથે કદાચ કંઈક ખોટું થઈ ગયુ હોય. Please Help Me.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *