કોરોનાનું સંક્રમણ વધતા પોલીસે કર્યું માસ્કનું વિતરણ

ન્યુઝ ડેસ્ક – ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ વધતા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. આવા સંજોગોમાં લોકોને માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન કરવાની સૂચના આપવા માટે પોલીસની ટીમો ઠેરઠેર ઉતરી પડી છે.

વડોદરાની વાત કરીએ તો સયાજીગંજ પોલીસની શી-ટીમે આજે કમાટી બાગ પાસે શ્રમજીવીઓને માસ્કનું વિતરણ કર્યું હતુ. ઉપરાંત, તેમને વેક્સિનેશન અને સોશિયલ ડિસ્ટન્સીંગ વિષે પણ સમજણ આપી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *