ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીના પ્રચારમાં ‘સપના’નું પોલિટિક્સ શરુ થયું..!!

ન્યુઝ ડેસ્ક – ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીના પ્રચારમાં સપનાનું પોલિટિક્સ શરુ થયુ છે. તાજેતરમાં જ ઉત્તરપ્રદેશના રાજ્યસભાના સાંસદ હરનામસીંગ યાદવે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડાને એક પત્ર લખીને જણાવ્યુ હતુ કે, ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં મને પ્રેરિત કર્યો છે કે, હું તમને પત્ર લખુ અને જણાવુ કે, આગામી વિધાનસભાની ચુંટણીમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને કૃષ્ણની જન્મભૂમિ મથુરામાંથી ટિકિટ આપવામાં આવે.

હરનામસીંગ યાદવનો આ પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયા પછી હવે, પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે જાહેરમંચ પરથી કહ્યુ હતુ કે, ભગવાન શ્રી કૃષ્ણ રોજ મારા સપનામાં આવે છે અને કહે છે કે, આ વખતે વિધાનસભાની ચુંટણી સમાજવાદી પાર્ટી જીતશે.

જોકે, અખિલેશના આ નિવેદનના જવાબમાં યોગી આદિત્યનાથે પણ વળતો પ્રહાર કરતા અખિલેશ યાદવની આકરી ઝાટકણી કાઢી હતી. આમ, ઉત્તરપ્રદેશમાં સપનાનું નવુ પોલિટિક્સ જોવા મળી રહ્યુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *