60 વર્ષથી વધુ વયના લોકો અને ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર્સને ‘Precaution dose’ આપવાના શરુ થયાં

ન્યુઝ ડેસ્ક – કોરોનાનું સંક્રમણ દેશભરમાં ઝડપથી વધી રહ્યુ છે ત્યારે 60 વર્ષથી વધુ વયના સિનિયર સિટિઝનો અને ફ્રન્ટ લાઈન હેલ્થ વર્કર્સને વેક્સિનના ‘Precaution dose’ આપવાની શરુઆત થઈ ચુકી છે.

જેણે વેક્સિનના બંને ડોઝ લીધા હોય એને ‘Precaution dose’ આપવાના શરુ થયા છે. દેશભરના જુદાજુદા રાજ્યોમાં વેક્સિનેશન સેન્ટરો પાછા ધમધમી ઉઠ્યાં છે. ‘Precaution dose’ લેવા માટે સવારથી જ સિનિયર સિટિઝનો હેલ્થ સેન્ટરોમાં જઈ રહ્યા છે.

‘Precaution dose’નો પ્રારંભ કરાવવા માટે અલગ-અલગ શહેરોમાં જિલ્લા કલેક્ટરો, સાંસદો અને ધારાસભ્યો સહિત આરોગ્ય વિભાગની ટીમો કાર્યરત થઈ છે.

60 વર્ષની વધુ વયના લોકો કે, જેણે રસીના પહેલેથી જ બંને ડોઝ લીધા હોય એમને ખાસ ‘Precaution dose’ આપવામાં આવી રહ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *