વડાપ્રધાન મોદીની અડધી રાત્રે વારાણસી રેલવે સ્ટેશનની સરપ્રાઈઝ વિઝિટ

ન્યુઝ ડેસ્ક – ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાત્રે એક વાગ્યે વારાણસી રેલવે સ્ટેશનની ઓચિંતી મુલાકાતે ગયા હતા. રાત્રિ દરમિયાન અચાનક તેમની રેલવે સ્ટેશનની મુલાકાતથી અધિકારી ચોંકી ઉઠ્યા હતા.

વડાપ્રધાન મોદીએ રેલવે સ્ટેશનના વિકાસનું આંકલન કર્યું હતુ. ઉપરાંત, રેલવે સ્ટેશનની ઉડતી મુલાકાત દરમિયાન અધિકારીઓ સાથે વાત પણ કરી હતી. જોકે, હાલમાં નરેન્દ્ર મોદી પોતાના મત વિસ્તાર વારાણસીના વિકાસ પાછળ ખૂબ ધ્યાન આપી રહ્યા છે.

ગઈકાલે તેમણે વારાણસીના કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદ્ઘાટન કર્યું હતુ. અને રાત્રે તેમણે રેલવે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *