“ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં મને પત્ર લખવા પ્રેરિત કર્યો છે” – રાજ્યસભા સાંસદનો પત્ર વાયરલ

ન્યુઝ ડેસ્ક – રાજ્યસભાના સાંસદ હરનાથસિંહ યાદવે ભાજપના રાષ્ટ્રિય પ્રમુખ જે પી નડ્ડાને લખેલો એક પત્ર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઈ રહ્યો છે. તમને એમ થશે કે, કોઈ સાંસદ પત્ર લખે એમાં શુ વિશેષ વાત છે ? આ સવાલનો જવાબ જાણીને તમે પણ માાથુ ખંજવાળતા થઈ જશો. કારણ કે, પત્રમાં સાંસદ હરનાથસિંહે સ્પષ્ટ લખ્યું છે કે, તેમને આ પત્ર લખવા માટે ભગવાન શ્રી કૃષ્ણે સ્વયં પ્રેરિત કર્યા છે.

પત્રમાં લખવામાં આવ્યુ છે કે, ઉત્તરપ્રદેશ વિધાનસભાની ચુંટણીમાં રાજ્યના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને ક્યાંથી ચુંટણી લડાવવી તે પ્રશ્ન છે. પરંતુ, ભગવાન શ્રીકૃષ્ણની પાવન ભૂમિ મથુરાના લોકોની માંગણી છે કે, યોગીજીને મથુરામાંથી વિધાનસભાની ચુંટણી લડાવવી જોઈએ. જોકે, રાજ્યસભાના સાંસદ હરનાથસિંહ યાદવના આ પત્ર અંગે ભાજપમાં કોઈ ચર્ચા થઈ હોય કે ના થઈ હોય પણ સોશિયલ મીડિયામાં તેની ચર્ચાએ જોર પકડ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *